Friday, February 20, 2009

શોધ


શોધ બાલપણ ની મસ્તીની,
એજ લંગોટિયા મિત્રોની વસ્તીની,
પહેલા વરસાદમા તરતી કાગળ ની કશ્તિ ની,
હીરો-હીરોઇનો કે ક્રિકેટરો ના ફોટા ઓ ની પસ્તીની,
શોધ છે આ આજે બની ગયેલા હસ્તીની,
વાત અને આ શોધમાં કોઇ અસત્ય નથી,
પણ વર્તમાન ની મસ્તીને ભૂલી એ નાદાની ની વાત કરવામાં તથ્ય નથી,
બાલપણ નથી ખોવાયું તમારા સ્વભાવમાં,
લાગે છે આપણને આમ જ્યારે હોઇ એ છીએ જાત સાથે ની વાતો ના અભાવ માં,
હજી પણ વિચારો
"Garden" ની બહાર ફુગ્ગાવાળા ને જોઇ મન નથી લલચાતું?
મિત્ર એ આપેલી શાબાશી થી અંતર નથી ભરાતું?
મિત્ર ની ચુપકિદીથી "આપણે કેમ એને હસાવીએ??" એમ નથી
સુઝતું??
20 કોડી પતંગ હોય તોય ધાબાં ઉપર કપાયેલો પતંગ જોઇ લેવાનું હજી પણ સુઝે છે,
બસ એ જ બાલપણ છે જે હજુ આપણાંમાં કૂદે છે....

1 comment:

  1. હજુ પણ બરફ ના ગોળા ની ઘંટડી,પાણી પુરી કે દબેલી વાળા ની થાળી નો અવાજ,હજુ પણ ઘર મા ટોપલા ભરી ને કેરી હોવા છતાં આંબા પરથી પત્થર મારી ને તોડવાની મજા,શોપિંગ મા હજુ કાચ મા ડાફોળિયા મારવા ની આદત,ગોરસ આમલી,શેતુર,કોંઠા,રાયણ,ચિકણા લાલ ચતક ગુંદા,ચણીબોર,ચુરણ, વગેરે ની લાલચ અકબંધ છે ત્યાં સુધી ..બાળપણ અકબંધ છે....

    ReplyDelete