કૃષ્ણ જન્મ ના દિવસે એક વિચાર આવ્યો,
શું આપણે આપણા મન મંદીર માં કૃષ્ણ ને જનમ આપ્યો?
એ મંત્રોચાર ,એ નવા વાઘા ને એ અસંખ્ય પ્રસાદ,
દુર દુર થી રેલાતો એ ભક્તિ નો આસ્વાદ !
અતિ લોભામણું મોહિત કરતુ એ દિવસ નું કૃષ્ણ નું મુખ,
યાદ રેહવું જોઈએ હર પળ હંમેશ ભલે હોઈ દુખ કે સુખ!!
મારા માટે કૃષ્ણ કણ કણ માં છે,
અને આંખો બંધ કરું તો મન માં જ છે!!
જે મુશ્કેલીમાં માર્ગ બતાવે અને સાથે સાથે ચાલે એ
કૃષ્ણ ,
જે મિત્રતા નિભાવે એ કૃષ્ણ,
જે નિસ્વાર્થ પ્રેમ ને સમજે એ કૃષ્ણ ,
જે સમાજના રીતિ રિવાજો થી પર થઈને વિષ ને અમૃત માં બદલે એ
કૃષ્ણ ,
જે નટખટ વૃત્તિ થી સર્વ ને સત્યતા નું જ્ઞાન કરાવે એ કૃષ્ણ,
જે હસાવે અને જે હસવા ના અગણિત કારણો આપે એ કૃષ્ણ,
જેને નામ નો મોહ નથી અને આડંબર નથી એ કૃષ્ણ,
જે ફળ ની ચિંતા કરાવ્યા વગર કર્મ કરવા પ્રેરે એ કૃષ્ણ ,
જેની આગળ કઈ પણ વિચાર્યા વગર વિચારો પ્રગટ કરી શકાય એ કૃષ્ણ,
અને જે પોતે જોખમ ખેડી ને તમને સત્યના પંથે દોરે એ કૃષ્ણ!!
કૃષ્ણ એક શબ્દ નથી , કે વ્યાખ્યા માં સમજાવાય,
અસમંજસ ના ઉપાય ને આમ એક જ દિવસે ના પૂજાય !!
કૃષ્ણ સર્વત્ર છે , પરંતુ હરણ સમજી ને કદાચ આપણા થી પણ અનર્થ થાય છે ,
કૃષ્ણ ને સમજવા કરતા સમાજ અને સમજ માં કૃષ્ણ ને અમલ માં મુકીએ એવું મન થાય છે !!