Monday, September 9, 2013

કૃષ્ણ



કૃષ્ણ જન્મ ના દિવસે એક વિચાર આવ્યો,
શું આપણે આપણા  મન મંદીર  માં કૃષ્ણ ને જનમ આપ્યો?

એ  મંત્રોચાર ,એ  નવા વાઘા ને એ  અસંખ્ય પ્રસાદ,
દુર દુર થી રેલાતો એ  ભક્તિ નો આસ્વાદ !

અતિ લોભામણું મોહિત કરતુ એ  દિવસ નું કૃષ્ણ નું  મુખ,
યાદ રેહવું જોઈએ હર પળ  હંમેશ  ભલે હોઈ દુખ કે સુખ!!

મારા માટે કૃષ્ણ કણ કણ  માં છે, 
અને આંખો બંધ કરું તો મન માં જ છે!!

જે મુશ્કેલીમાં માર્ગ  બતાવે અને સાથે સાથે ચાલે એ  કૃષ્ણ ,
જે મિત્રતા નિભાવે એ કૃષ્ણ,
જે નિસ્વાર્થ પ્રેમ ને સમજે એ  કૃષ્ણ ,
જે સમાજના રીતિ રિવાજો થી પર થઈને વિષ    ને અમૃત માં બદલે એ  કૃષ્ણ ,
જે  નટખટ વૃત્તિ  થી સર્વ ને સત્યતા નું જ્ઞાન કરાવે એ  કૃષ્ણ,
જે હસાવે અને જે હસવા ના અગણિત કારણો આપે એ  કૃષ્ણ,
જેને નામ નો મોહ નથી અને આડંબર નથી એ કૃષ્ણ,
જે ફળ ની ચિંતા કરાવ્યા વગર કર્મ કરવા પ્રેરે એ કૃષ્ણ ,
જેની આગળ  કઈ પણ વિચાર્યા વગર વિચારો પ્રગટ કરી શકાય એ કૃષ્ણ,
અને જે પોતે જોખમ ખેડી ને તમને સત્યના પંથે દોરે એ કૃષ્ણ!!

કૃષ્ણ એક શબ્દ નથી , કે વ્યાખ્યા માં સમજાવાય,
અસમંજસ ના ઉપાય ને આમ એક જ દિવસે ના પૂજાય !!

કૃષ્ણ સર્વત્ર છે , પરંતુ હરણ સમજી ને કદાચ આપણા  થી પણ અનર્થ થાય છે ,
કૃષ્ણ ને સમજવા કરતા સમાજ અને સમજ માં કૃષ્ણ ને અમલ માં મુકીએ એવું મન થાય છે !!